જે તારે છે તે તીર્થ છે , જે તારક છે તે તીર્થંકર છે .
શ્રી ગોડીજી પાર્શ્વનાથજી જૈન દેરાસર તથા શ્રી પદ્માવતી માતાજી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ” નરોડા જૈન તીર્થ ” -good અમદાવાદ.
નરોડા પ્રભાવશાળી જૈન તીર્થ છે. અહીં મૂળનાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદા બીરાજમાન છે. પ્રભુજી ની પ્રતિમા ૧૩” ઇંચના ઊંચા , ૧૦.૫ ઇંચ પહોળા, સાતફણાથી સુશોભિત છે. વર્તમાન ચોવીસીના ૧૬ માં તીર્થંકર શાંતિનાથ પ્રભુના શાસન વખતે નળ રાજા આજથી ૧/૨ પલ્યોપમ , ૧ હજાર કરોડ , ૬૫,૮૬,૫૨૯ વર્ષ પહેલાં થયા. તેમને વિશાલ નૈષ્ધી નગરીની સ્થાપના કરી. તે નગરી કાળક્રમે ધ્વંસ થતી ગઈ, નામ બદલાતું ગયું. તે નગરી પ્રાયઃ ૭૦૦ વર્ષથી અમદાવાદની પૂર્વ દિશામાં વસેલું નરોડા ગામથી અોળખાય છે. નળ રાજા ના સમયમાં જૈનોનું બાવન જિનાલય, નળેશ્વર મહાદેવ , પદ્માવતી મંદિર , ધનુષ્યધારી દેવીનું મંદિર વગેરે હતા. અને આજે નરોડા જૈન તીર્થમાં બિરાજમાન શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદા સમગ્ર જૈન સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રાચીન , અતિરમ્ય અને ચમત્કારિક પ્રતિમાજી છે. આજે આ જે તીર્થ છે તેની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૬૫૯ માં થઇ છે. આ પ્રાચીન જૈન દેરાસર નો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત ૧૯૦૨ માં હરકુંવર શેઠાણી એ કરાવ્યો હતો.
રાજરાજેશ્વરી માં પદ્માવતી જે પાર્શ્વનાથ દાદા ના અધીષઠાયી દેવી છે. તેમની ચતુર્ભુજ પ્રતિમા અહી બીરાજમાન છે. કહેવાય છે કે વિશ્વમાં ફક્ત ત્રણ જ જગ્યાએ આવી મૂર્તિ જોવા મળે છે જેમાંનું નરોડા એક છે. માં પદ્માવતી દેવી આજથી ૫૦૦ વર્ષ અહી સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અને માં પદ્માવતી નો ખુબ મોટો પ્રભાવ અહી દર્શન કરવા આવનાર ભક્તો ના મનમાં રહેલો છે. માતાજી ની મૂર્તિ ખુબજ અલૌકિક અને ચમત્કારિક છે. જેના દર્શન માત્રથી સૌ કોઈ ધન્યતા અનુભવે છે. પદ્માવતી દેવી ના ચમત્કાર અપરંપાર છે અને આ તીર્થ ધીરે ધીરે જૈન સિવાય જૈનેતર લોકોનું પણ એટલુજ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. સમગ્ર નરોડા ગામ ના લોકો માં પદ્માવતી પ્રત્યે ખુબ આસ્થા ધરાવે છે અને પદ્માવતી દેવી સૌ ભાવિક ભક્તો ના દુખડા દૂર કરે છે. માતાજી ની પ્રતિમા પર પાર્શ્વનાથ દાદા બિરાજિત છે અને માતાજી ને ભક્તો ચુંદડી ચડાવે છે તથા સાડી ની ભેટ અર્પણ કરે છે.
આ સાથે અહી મૂળનાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુ ની સાથે બીરાજમાન શ્રી સુમતીનાથ ભગવાન વિ.સં .૧૫૨૨ ના છે. તથા શ્રી ધર્મનાથ , શ્રી નેમિનાથ , શ્રી આદિશ્વર , શ્રી કેસરિયાજી આદિ પ્રાચીન ભગવાન બિરાજમાન છે.
દેરાસર ના પટાંગણમાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તથા શ્રી આદિશ્વર આદિ ૨૪ જિનેશ્વર દેવોની અને શ્રી સીમંધર સ્વામીની દેવકુલિકા બનેલી છે.
નરોડા જૈન તીર્થનો પ્રભાવ ખુબજ વ્યાપક બનેલો છે. અમદાવાદ વાસીઓ આ તીર્થનો ખુબ આદર કરે છે. દર બેસતા મહિને , પૂનમે , રવિવારે અહી યાત્રિકોના ટોળાં ઉમટે છે. તે દિવસે નરોડા જૈન તીર્થ તરફથી અહી દર્શનાર્થે પધારનાર સૌ યાત્રિકો માટે ભાતા ની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે.
નરોડા જૈન તીર્થ એ શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદા તથા માં પદ્માવતીદેવીનું અત્યંત પ્રભાવશાળી તીર્થધામ છે અહીં પ્રતિદિન હજારોની સંખ્યામાં યાત્રિકો આવે છે. જે શ્રદ્ધાથી આવે છે તેના જીવનમાં સુખ પ્રસરે છે અને તેમને આત્મશાંતિ નો અનુભવ થાય છે
Upcoming events will be displayed here…